લોકસભા ચૂંટણી નહીં લડે શરદ પવાર તેઓ યુવાઓને તક આપવા માંગે છે.

મુખ્ય સમાચાર રાજકીય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળો પર સોમવારે વિરામ મુકી દીધો છે. પવારે સ્પષ્ટ કરી દીધું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઉભા રહેવાના નથી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમના પરિવારના બે સભ્યો લોકસભાની ચૂંટણી લડશે અને આ જ યોગ્ય સમય છે જ્યારે તેઓ જાહેર કરી રહ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. NCP નો પરંપરાગત ગઢ ગણાતા બારામતીમાં પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ સાથે ચર્ચા કરીને શરદ પવારે આ જાહેરાત કરી છે. શરદ પવારે જણાવ્યું કે હું આ પહેલાં 14 લોકસભા ચૂંટણી લડ્યો છું. અમારા પરિવારે નિર્ણય લીધો છે કે હું માઢા લોકસભાની ચૂંટણીમાં ઉભો નહીં રહું, પાર્થ માવલ લોકસભાની બેઠક પરથી લડશે