2009માં બોલિવૂડ સમ્રાટ એટલે કે બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે મોદીની નિકટતા વધી અને જન્મ થયો ઐતિહાસિક ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઈનનો. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મસ્ટાર્સના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા હતા. તો એવું કહેવાય છે અને ખુદ બચ્ચને પણ જાહેરમાં કહ્યું છે કે, ખૂશ્બુ ગુજરાત કી… કેમ્પેઈન માટે તેમણે એક રૂપિયો નથી લીધો. પરંતુ એક રસપ્રદ યોગાનુયોગ એ છે કે 2010માં ‘ખૂશ્બુ ગુજરાત કી’નું એડ શૂટિંગ શરૂ થયું અને તેના પછીના જ વર્ષે બચ્ચને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે આશરે 23 હજાર ચો.મી. જમીન રૂ. 7 કરોડમાં ખરીદી હતી. અમિતાભ બચ્ચને તે સમયે આ જમીનને બિનખેતી કરાવી અને પછી ખરીદી હતી અને એ જગ્યાએ ફાઈવ સ્ટાર હોટેલ શરૂ કરવાનો પ્રોજેક્ટ જાહેર કર્યો હતો.

