કોલકાતામાં ડોક્ટરો પર ટોળાએ કરેલા હુમલા બાદ ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા ડોકટરોએ કામ પર પાછા ફરવા માટે 6 શરતો મુકી છે. જુનિયર ડોક્ટર ફોરમના પ્રવક્તા અરિંદમ દત્તાએ કહ્યુ હતુ કે, જે રીતે સીએમ દ્વારા ડોક્ટરો સાથે વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી. સીએમ મમતા બેનરજીએ ઘાયલ ડોક્ટરોને મળવુ પડશે અને હુમલાને વખોડવો પડશે. ડોક્ટરોએ હુમલાખોરો સામે કાર્યવાહીના લેખિત પૂરાવાની પણ માંગણી કરી છે. તેની સાથે સાથે રાજ્યમાં ડોક્ટરો સામે થયેલા ખોટા કેસ પણ પાછા ખેંચવા પડશે. ડોક્ટરોએ મુકેલી 6 શરતોમાં મમતા બેનરજી માફી માંગે તે વાતનો પણ સમાવેશ થાય છે. ડોક્ટરોએ સાથે સાથે સુરક્ષા માટે હોસ્પિટલોમાં સશસ્ત્ર પોલીસનુ પોસ્ટિંગ કરવાની પણ માંગણી મુકી છે.

