જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓએ સ્ક્વોડની ટીમને રૂમમાં પુરી દીધી

ગુજરાત મુખ્ય સમાચાર

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કાપલી કરતાં વિદ્યાર્થીઓ ઝડપાયાના સમાચાર વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ચોરી કરીને પાસ થવાની કુટેવ ધરાવતા ઉમેદવારો કોઈન કોઈ રીતે ચોરી કરવાનું શોધી જ લે છે. પરંતુ સ્ક્વોડની ટીમ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને ચોરી કરતા દરમિયાન કે પછી કાપલી સાથે ઝડપી પાડવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેનાથી તમે માથુ ખંજવાળતા રહી જશો.

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં હોબાળો થયો હતો, જ્યારે ચોરી કરતા વિદ્યાર્થીઓએ સ્ક્વોડની ટીમને રૂમમાં પુરી દીધી હતી. વિદ્યાર્થીઓની આ દાદાગીરી સામે સ્ક્વોડની ટીમ કંઇ કરી શકી ન હતી. અને શાળા સંચાલકો પણ આ ઘટના દરમિયાન મૌન સેવી લીધુ હતું. તમને જણાવી દઇએ કે, જૂનાગઢની વિષણવેલની માતૃવંદના સ્કૂલમાં આ ઘટના બની છે. પરીક્ષા દરમ્યાન ચેકિંગ માટે આવેલ સ્ક્વોડ ટીમ વિદ્યાર્થીઓની આ હરકતથી સ્તબ્ધ થઇ ગઇ હતી.

આ મામલામાં સ્ક્વોડની ટીમે પોલીસનો સંપર્ક સાદ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.