અમેરિકાની એપલ કંપનીએ આ વર્ષની પોતાની સૌથી મોટી ઇવેન્ટ માટે મીડિયાને ઇન્વિટેશન આપવાનું શરુ કરી દીધું છે. આ ઇવેન્ટમાં કંપની નવા ફ્લેગશિપ મોડલ આઈફોન 11ની સાથે આઈફોન XS અને આઈફોન XS મેક્સના અપગ્રેડેડ વેરિઅન્ટ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત એપલ વોચ 4 પણ લોન્ચ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરે આ ઇવેન્ટ કેલિફોર્નિયામાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં સવારે 10 વાગ્યે શરૂ થશે.
આ હશે આઈફોન 11નાં ફીચર
આઈફોન 11માં 5.8ની ફુલ-વ્યૂ ડિસ્પ્લે મળશે. તેમાં યુઝર્સને 14+12+12 મેગાપિક્સલ કેમેરા સેટઅપ મળશે, જેમાં એક રેગ્યુલર લેન્સ, બીજો પોર્ટ્રેટ લેન્સ અને ત્રીજો વાઈડ એન્ગલ લેન્સ છે. સેલ્ફી માટે ફોનમાં 10 મેગાપિક્સલનો કેમેરા મળશે.
- આ ફોનમાં એપલનું A12 હેક્સા-કોર પ્રોસેસર મળશે. 512 જીબીનું સ્ટોરેજ પણ મળશે. ફોન iOS 13ની સાથે આવશે. આ ઉપરાંત આઈફોન XS, આઈફોન XSમાં પણ અપડેટ ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
- ફોન પર ઓલિયોફોબિક કોટિંગ મળશે એટલે કે આઈફોન 11માં સારી ગ્રિપ આપવા માટે બેકસાઇડ પર ચમક ઓછી રાખી છે. આ ફોન સંપૂર્ણપણે વોટરપ્રૂફ હશે.
- ફોનમાં 4000mAhની બેટરી હશે, જે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં ડ્યુઅલ સિમ સેટઅપ પણ હશે, જેમાં એક નેનો અને બીજું ઈ-સિમ રહેશે.
- સિક્યોરિટી માટે યુઝર્સને ફેસ અનલોક મળશે, પરંતુ ફિંગરપ્રિન્ટ સ્કેનર નહીં મળે. જૂનાં આઈફોનની જેમ આમાં હેડફોન જેક પણ નહીં મળે, એટલે કે યુઝર એપલ એરપોડ્સની મદદથી જ મ્યૂઝિક સાંભળી શકશે.