સરકારે ઘણી બેંકોના મર્જરની કરી જાહેરાત, હવે દેશમાં 12 સરકારી બેન્ક રહેશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય ઇકોનોમીની સુસ્તીને દૂર કરવા માટે નાણા મંત્રી નિર્મલા સીતરમને ફરીથી એક વાર પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીને બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બેકિંગ સેક્ટરને લઈને તેમને જણાવ્યું, લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

બેકિંગ સેક્ટરમાં મર્જર

નિર્મલા સીતરમને પંજાબ નેશનલ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેકના વિલયની જાહેરાત કરી હતી. આ વિલય બાદ PNB દેશની સૌથી મોટી સરકારી બેન્ક બની જશે. આ સિવાય નિર્મલા સીતરમને કેનેરા બેંક અને સિન્ડિકેટ બેન્કના વિલયની પણ જાહેરાત કરી હતી. નિર્મલા સીતરમને કહ્યું, યુનિયન બેન્ક ઓફ ઇનિડયા, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર થશે. આ સિવાય ઇન્ડિયન બેંકમાં અલાહાબાદ બેન્કના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. આ વિલય બાદ દેશને 7માં મોટા PSU બેન્ક મળશે. નાણામંત્રી નિર્મલા સીતરમનની જાહેરાત બાદ દેશમાં હવે 12 PSBs બેક રહી ગયા છે. આ પહેલા વર્ષ 2017માં પબ્લિક સેક્ટરના 27 બેન્ક હતા.

-નિર્મલા સીતરમને જણાવ્યું હતું કે 18માંથી 14 સરકારી બેન્ક નફામાં છે.

-નિર્મલા સીતરમને કહ્યું, હાઉસિંગ ફાઇનાન્સ માટે 3300 કરોડ રૂપિયાનો સપોર્ટ સરકાર કરશે. બેંકોએ ચીફ રિસ્ક ઓફિસરની નિયુક્તિ કરવી પડશે તેમની પાસે બેંકોના નિર્ણયની સમીક્ષા શક્તિ હશે. હવે ત્રણ લાખથી વધારે ખોટી કંપનીઓ બંધ થઇ ચુકી છે.

-નિર્મલા સીતરમને નીરવ મોદીના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું, ભાગેડુ લોકોની સંપત્તિ માટે રિકવર ચાલુ છે. પહેલા દિવસે પ્રેશરમાં વેપાર કરનારા ભારતીય શેર બજારને નિર્મલા સીતારમનની પત્રકાર વાર્તાથી બુસ્ટ મળ્યું હતું.

આ બેંકોનું થઇ રહ્યું છે મર્જર

મર્જર નંબર-1 : PNB + ઓરિએન્ટલ બેન્ક + યુનાઇટેડ બેન્ક

મર્જર નંબર-2 : કેનેરા બેન્ક+ સિન્ડિકેટ બેન્ક

મર્જર નંબર-3 : યુનિયન બેન્ક + આંધ્ર બેન્ક+ કોર્પોરેશન બેન્ક

મર્જર નંબર-4 : ઇન્ડિયન બેન્ક + અલાહાબાદ બેન્ક