કેન્દ્ર સરકારે બે IAS ડિસમિસ, 9 IPS અધિકારી સસ્પેન્ડ કર્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ બે આઈએએસ અધિકારીને ડિસમિસ કરવામાં આવ્યા છે અને 9 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

તેમણે જણાવ્યું કે, મે-2014 થી મે-2019 દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 અંતર્ગત ભારતીય વહીવટી સેવા(આઈએએસ)ના 23 અને ભારતીય પોલીસ સેવા(આઈપીએસ)ના ચાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર કે તપાસ એજન્સી કોર્ટમાં આરોપી આઈએએસ-આઈપીએસ અધિકારી વિરુદ્ધ કેસ ચલાવવા માટે ચાર્જશીટ દાખલ કરે છે. પર્સોનલ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્રસિંહ કહ્યું કે, કોર્ટના ચુકાદા અનુસાર અધિકારીઓ પાસેથી વસૂલી કરવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વહીવટી સેવાના બે અધિકારીને ડિસમિસ કરાયા છે અને ભારતીય પોલીસ સેવાના નવ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.

એક અન્ય પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 2018 અને 2019(31 મે સુધી) કુલ 43946 ફરિયાદો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને મળી છે, એ પૈકી 41755 ફરિયાદોનું નિવારણ કરાયું છે.