ત્રણ વર્ષમાં એકને જ નોકરી મળીઃ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

ગુજરાત મુખ્ય સમાચાર

દેશભરની ટૅકનિકલ કૉલેજોમાં કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી કૌશલ યોજના શરૂ કરી હતી. તે અંતર્ગત હજારો કોલેજોમાં જુદા-જુદા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા રોજગારીના આંકડામાં યોજનાની પોલ ખુલી છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વિદ્યાર્થીને નોકરી મળી છે. કૉંગ્રેસે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે એઆઈસીટીઈ દ્વારા વર્ષ 2016-17માં ટૅકનિકલ કૉલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાં 27 કૉલેજોમાં આ કોર્સ શરૂ કરાયા હતા અને 490 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો હતો. જેમાંથી 173 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં થી એકજ વિદ્યાર્થીને આ યોજના હેઠળ નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2017-18માં ગુજરાતમાં 80 કૉલેજોમાં આ યોજના હેઠળ 2360 વિદ્યાર્થીઓએે પ્રવેશ લીધો હતો જેમાંથી 501 વિદ્યાર્થીઓ પાસ થયા હતા પણ પાસ થયેલા 501 વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થીને નોકરી મળી નહોતી.