નર્સિંગ કર્મચારીઓના વોશિંગ-યુનિફોર્મ એલાઉન્સમાં વધારો, 20 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે, 1 જાન્યુ.થી અમલ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્ય સરકારે નર્સિંગ કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.350ને બદલે રૂ.490 અને વોશિંગ એલાઉન્સ રૂ.150ના બદલે રૂ. 210 આપવાનો નિર્ણય કર્યો છે. આમ યુનિફોર્મ એલાઉન્સમાં રૂ. 140નો અને વોશિંગ એલાઉન્સમાં રૂ.60નો વધારો થયો છે. જેનો રાજ્યના 20 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને લાભ મળશે. જેનો અમલે 1 જાન્યુઆરી 2020થી કરવામાં આવશે.

વાર્ષિક યુનિફોર્મ એલાઉન્સ રૂ.5580 અને વોશિંગ એલાઉન્સ રૂ.2520 મળશે

આ અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, નર્સિંગ ક્ષેત્રે કામ કરતા નર્સિંગ ફેડેરેશન દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્સિંગ કર્મચારીઓને હવે યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.350ને બદલે રૂ.490 એટલે કે વાર્ષિક રૂ.5580 ચૂકવાશે અને વોશિંગ એલાઉન્સ રૂ.150ના બદલે રૂ. 210 એટલે કે વાર્ષિક રૂ.2520 ચૂકવવાનો નિર્ણય કર્યો છે.