જમ્મૂ-કશ્મીરના બનિહાલમાં જવાહર ટનલ પાસે થયેલા કાર બ્લાસ્ટમાં સામેલ આતંકીની ઓળખ થઈ છે. તપાસમાં લાગેલી જમ્મૂ-કશ્મીર પોલીસને એક સૂસાઈડ નોટ પણ મળી છે. જેમાં આ શખ્સે પોતાનું નામ ઓવૈસ અમીન બતાવ્યું છે. જોકે, બ્લાસ્ટના થોડા સમય અગાઉ જ તે તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દેવાના પ્લાનનો ત્યાગ કર્યો હતો અને ગાડી છોડીને ત્યાંથી ફરાર થયો હતો.
જમ્મૂ-કશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, સૂસાઈડ નોટ બે પાનાની છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતે કશ્મીર પર અત્યાચાર કર્યો છે. જેનો બદલો લેવા માગુ છું. જેથી મેં મારી જાતને દારૂગોળાથી ઉડાવવાનો પ્લાન બનાવ્યો. આ સિવાય સૂસાઈડ નોટમાં પથ્થરબાજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.