સંબિત પાત્રાએ આ વીડિયો શેર કરીને પોતે જ ખોલી ઉજ્જવલ્લા યોજનાની ‘પોલ’ ?

મુખ્ય સમાચાર રાજકીય

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અને હાલ ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સંબિત પાત્ર પ્રચાર કરી રહ્યા છે. તેમને ગરીબોના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયના વીડિયોની અમૂક તસવીરો સોશિયલ મિડિયા પર ફરતી થઈ છે. જેમાં ખાસ કરીને તેઓ કોઈ ગરીબના ઘરે જમવા બેઠા હતા અને નાના બાળકને જમાડતા હોય તેવી તસવીરો સામે આવી છે. આ તસવીરો પર કોંગ્રેસના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. બતાવી રહ્યા છે કે ભાજપના રાજમાં સરકાર ઉજ્જવલા યોજનાની વાતો કરે છે પરંતુ હકીકતમાં મહિલાઓ આજે પણ ચુલા પર જ જમવાનું બનાવી રહી છે. આ ઉપરાંત વિકાસની વાતો કરતી મોદી સરકારના પ્રવક્તાએ જ તેમની પોલ ખુલ્લી કરી હોવાની વાતો વહેતી થઈ છે. જનસંપર્ક અભિયાન અંતર્ગત આ વીડિયો પાત્રાએ મુકતા હાલ સોશિયલ મીડિયામાં રાજકારણ ગરમાયું છે.