કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ”ફેક્ટ એ છે કે, લોકો મળે છે, તમને પ્રૉમિસ કરે છે તે તમને ગાઈડ કરશે.પહલાજ નિહલાણીએ મને એક ફિલ્મ ઑફર કરી હતી. આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યુ હતુ I Love You Boss. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ થયું હતું જેના માટે તેમણે મને Robe પહેરવાનું કહ્યુ હતુ જેમાં અન્ડરગ્રાન્મેટ્સ શામેલ નહતો.”
કંગનાએ આગળ જણાવ્યુ કે, ”મને એવો રોલ આપવામાં આવ્યો હતો કે જે બોસ પ્રત્યે લસ્ટ ધરાવે છે. આ એક રીતે સૉફ્ટ પૉર્ન કેરેક્ટર જેવું હતું. મેં કહ્યું કે, હુ આ નહી કરી શકુ. મારા માતા-પિતા આ જ બાબતો વિશે મને કહેતા હતા. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઇ અને ભાગી ગઇ. મેં મારો નંબર બદલી નાખ્યો.”