વિદેશી ધરતી પરથી કાળા ધનની જાણકારી મેળવવાના મામલે મોદી સરકારે મોટી સફળતા મેળવી છે. સ્વિટઝ્લેન્ડની સરકારે ભારત સરકારને બેન્ક ખાતા સાથે જોડાયેલી જાણકારી સોંપી છે. સ્વિટ્ઝલેન્ડ તરફથી સ્વિસ બેન્કમાં ખોલેલા ભારતીય ખાતાની જાણકારી સરકારે સોંપી છે. ભારત કંઈક પસંદગી કરેલા દેશોમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે.
સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ અનુસાર ભારત સરકારને આગામી જાણકારી 2020માં સોંપવામાં આવશે. જાણકારી અનુસાર સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાના 75 દેશો વચ્ચે લગભગ 31 લાખ ખાતા છે જે રડાર પર છે જેમાં ભારતના કેટલાક ખાતા પણ સામેલ છે.
સ્વિટ્ઝરલેન્ડની સરકાર પાસેથી જાણકારી મળ્યા બાદ સરકારના સૂત્રોનું કહેવુ છે કે જે જાણકારી મળી છે. તેમાં તમામ ખાતા ગેરકાયદેસર નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલે તપાસ શરૂ કરશે. જેમાં ખાતાધારકોના નામ અને તેમના ખાતાની જાણકારી એકઠી કરવામાં આવશે અને કાયદાના હિસાબથી એક્શન લેવામાં આવશે.
વિદેશમાં જમા કાળુ ધન પાછુ ભારત લાવવા મોદી સરકાર માટે મોટો મુદ્દો રહ્યો છે. ફરી ઈચ્છે તો 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણી, જાણકારી એકઠી કરવા માટે સરકાર તરફથી સતત સ્વિટ્ઝરલેન્ડની સરકાર સાથે સંપર્ક પણ કરવામાં આવી રહ્યો હતો. હવે કાળા ધન માટે આ લડતમાં મોદી સરકારને સફળતા મળી છે.

