મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટે રોક તો લગાવી દીધી પરંતુ કોર્ટનો આદેશ આવે તે પહેલા તો લગભગ જંગલ સાફ થઈ ગયું હતું, લગભગ તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય સંભાળી રહ્યું હતું ત્યાં સુધીમાં તો 2600માંથી 2000 જેટલા વૃક્ષો કપાય ગયા હતા અને જંગલ મેદાન બની ચૂક્યું હતું.
જ્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રો રેલ લાઈન નંબર 3 બનાવવાની જગ્યા નક્કી કરી તો અહીંના સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કરી દીધો. આ વિરોધનું કારણ 2600 વૃક્ષોનું નિકંદન કાઢવાનું હતું. સરકારે આ વૃક્ષોના નિકંદનના બદલામાં અનેક વૃક્ષો રોપવાની દલીલ કરી. સરકારની આ દલીલનો અસ્વિકાર કરતા તેઓ કોર્ટના શરણે ગયા અને માંગ કરી કે આરેને જંગલ જાહેર કરી વૃક્ષોનું છેદન કરવાનું રોકવામાં આવે.
શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે જેવી તેમની અરજી ફગાવી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને રાતમાં જ જંગલો કાપવાની શરૂઆત કરી દીધી અને જે બાદ ઘણો વિવાદ સર્જાયો, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટનો આદેશ આવે તે પહેલા કોર્પોરેશને જેટલા વૃક્ષો કાપવા હતા તેટલાં કાપી નાખ્યાં.

