અધ્યક્ષની વિનંતીથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું અને વિધાનસભામાં….

મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા શિયાળું સત્રના બીજા દિવસે નીતિન પટેલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વિનંતીને પગલે હિન્દીમાં ભાષણ આપ્યું હતું જેમાં વાત એવી હતી કે આજે બપોરે માલદીવથી સંસદની એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર આવ્યું હતું તેના આગેવાનો સ્પીકરની ગેલેરીમાં બેઠા હતા અને વિધાનસભા ગૃહમાં ચાલી રહી છે અને તેઓ જોતા હતા અને નેતાઓને સાંભળતા હતા તેઓને ગુજરાતી ભાષા આવડતી નથી.

સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને આ બાબતની જાણ થતા તેઓએ જવાબ આપી રહેલા મંત્રી ગણપતસિંહ વસાવાને વિનંતી કરી કે શક્ય હોય તો હિન્દી અથવા અંગ્રેજીમાં જવાબ આપો પરંતુ વસાવા ગુજરાતીમાં બોલવાનું ચાલુ રાખ્યું હતું ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાબ આપવા માટે ઊભા થયા હતા.

સ્પીકરની વિનંતીને ધ્યાનમાં રાખીને નીતિન પટેલે હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું હતું જોકે તેઓ અત્યંત સ્પષ્ટ રીતે હિન્દી બોલી શકતા ન હતા અને બોલવામાં સમય પણ લેતા હતા જેમાં અમુક શબ્દો ગુજરાતી પ્રકારના લાગતા હતા જેને સાંભળીને ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું એક સમયે તો ખુદ નીતિન પટેલ પણ પોતાના જ હિન્દીના ભાષણને કારણે હસી પડ્યા હતા ત્યારબાદ તેઓએ હળવા મૂળમાં કહ્યું હતું કે હિન્દીના પ્રોફેસરોને પણ અમુક શબ્દોની ખબર નહીં હોય આ સાંભળીને અધ્યક્ષ પોતે પણ હસી પડ્યા હતા.

નીતિન પટેલની હિન્દી સાંભળ્યા બાદ ભાજપના તમામ સભ્યોએ પાટલી થપથપાવીને તેમને અભિનંદન પણ આપ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યો ચર્ચા કરતા હતા કે નીતિન પટેલ ખરેખર 56ની છાતીવાળા છે તેઓ કોઈ પણ ચેલેન્જ ઉપાડી શકવા માટે સક્ષમ છે અને ડરતા નથી અધ્યક્ષની વિનંતીને પગલે તેઓએ હિન્દીમાં બોલવાનું નક્કી કર્યું હતું