દેશના સૌથી શક્તિશાળી ડિફેન્સ સેટેલાઈટનું કાઉન્ટડાઉન શરૂ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
ઈસરોના સૌથી શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 4.40 કલાકે લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે બપોરે 3.25 કલાકે આ શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ થશે. તેનું નામ રીસૈટ-2બીઆર1 છે.
આ સેટેલાઈટ અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઈમેજિંગની શક્તિમાં અનેક ગણો વધારો થશે. સાથે જ દુશ્મનો પર નજર રાખવી વધારે સરળ થઈ જશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.