મોંઘુ હોવા છતાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ ફ્રૂટ

આરોગ્ય

શું તમે ડ્રેગન ફ્રૂટનુ નામ સાંભળ્યુ છે? નામ સાંભળતા જાણો કોઇ પ્રાણીનુ નામ હોય એવુ લાગે છે, પણ એવુ નથી. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું મનાય છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટિન, કેલ્શિયમ વગેરે મળે છે. જાણો તે ખાવાથી કેવા ફાયદા થાય છે…

ડ્રેગન ફ્રૂટમાં એવા કાર્બ્સ હોય છે જે કેન્સર જન્ય કોષોને વધતા અટકાવે છે. આ ઉપરાંત હાડકા પડી ગયા હોય તો ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફાયદો થાય છે. 200 ગ્રામ ડ્રેગન ફ્રૂટના સેવનથી 17.6 ગ્રામ જેટલુ કેલ્શિયમ મળે છે.

આ ફ્રૂટમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. ઓછુ હિમોગ્લોબિન હોય તો આ ફ્રૂટ વધારવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવુ જોઇએ. તેનાથી રક્તકોષો વધે છે. સાથે જ તેમાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ  સારા પ્રમાણમાં હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન એનર્જી  આપે છે અને પાચનમાં મદદ કરે છે.