અંતરિક્ષની દુનિયામાં ભારત સતત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંદાન સંગઠન (ઇસરો) સોમવારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સ્વદેશી સર્વિલાન્સ સેટેલાઇટ એમસેટની સાથે 28 વિદેશી નેનો સેટેલાઇટને અંતરિક્ષમાં પ્રક્ષેપણ કર્યું છે. એમિસેટનું પ્રક્ષેપણ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) માટે કરવામાં આવ્યું છે. દુશ્મન પર નજર રાખવાને લઇને એમિસેટ ઘણો મહત્વપૂર્ણ છે.
ઇસરો દ્વારા પ્રથમ વાર અંદાજે 1000 લોકોને આ દ્રશ્ય લાઇવ જોવાની મંજૂરી આપી છે. દુનિયામાં અત્યાર સુધી અમેરિકાની એજન્સી નાસા જ આવુ કરતી હતી. એમિસેટ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે. જેનું મુખ્ય કારણ છે ઇસરો અને ડીઆરડીએ તેને મળીને બનાવ્યો છે.
જેનો મુખ્ય હેતુ પાકિસ્તાનની સરહદ પર ઇલેકટ્રોનિક અથવા કોઇપણ પ્રકારની માનવીય ગતિવિધિ પર નજર રાખવાનું હશે. એટલે કે આ ઉપગ્રહ સરહદ પર રડાર અને સેન્સર પર નજર રાખશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતે અંતરિક્ષની દુનિયામાં એક ઇતિહાસ રચ્યો હતો, જ્યારે ભારતે સ્પેસમાં એક મૂવિંગ સેટેલાઇટને તોડીપાડવાનું સફળ પરીક્ષણ કર્યું હતું.