ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિશાના ચાંદીપુરમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સૂત્રો મુજબ જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલને મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી ચાંદીપુરમાં આવેલા પરીક્ષણ રેન્જમાંથી લોન્ચ કરાઇ હતી. આ મિસાઇલે સફળતા પૂર્વક એક જહાજના લક્ષ્યને ભેદયું હતુ.ડીઆરડીઓના સૂત્રો મુજબ મિસાઇલ પરીક્ષણ તમામ માપદંડો પર ખરૂ ઉતર્યું. બ્રહ્મોસ મિસાઇલ મધ્યમ અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી રામજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જેને યુદ્ધ જહાજ, યુદ્ધ વિમાન અથવા જમીન પરથી લોન્ચ કરી શકાય છે. હાલમાં ભારત અને રશિયા આ મિસાઈલની મારક દૂરી વધારવાની સાથે તેને હાઈપરસોનિક ગતિ પર ઉડાવવા માટે કામ કરી રહ્યા છે. બ્રહ્મોસ ઓછી દૂરીની રેમજઝેટ એન્જીન યુક્ત, સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલને દિવસ-રાત અને કોઈ પણ ઋતુમાં લોન્ચ કરી શકાય છે.

