આ આઈલેન્ડ પર બે દેશોનું વર્ચસ્વ છે, છ-છ મહિના સુધી કરે છે રાજ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયામાં ઘણા એવા આઈલેન્ડ આવેલા છે જે પોતામાં જ અત્યંત ખાસ છે. આ એક એવું જ આઈલેન્ડ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આવેલો છે. જે દર છ મહિને પોતાનો દેશ બદલે છે. તેનો મતલબ એ છે કે આ આઈલેન્ડ પર ફ્રાન્સ અને સ્પેન બન્ને દેશનો કબજો છે અને બન્ને દેશ છ છ મહિના સુધી આ આઈલેન્ડ પર રાજ કરે છે. આ આઈલેન્ડનું નામ છે ફિજેન્ટ દ્રીપ જેને ફ્રેન્ચ અને સ્પેનિશમાં ફેસેંન્સ દ્રીપ કહેવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ આઈલેન્ડને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે કોઈ ઝગડો થયો નથી. પરપંતુ બન્ને દેશ પોતાની મરજીથી અદલા બદલી કરે છે. તમને એ જાણીને હેરાન થશો કે આ પરંપરા છેલ્લા 350 વર્ષોથી ચાલી રહી છે. આ આઈલેન્ડ એક ફ્રેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેન પાસે રહે છે. જ્યારે અન્ય છ મહિના એટલે કે એક ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધી ફ્રાન્સ પાસે રહે છે, આ આઈલેન્ડ સ્પેન અને ફ્રાન્સને અગલ કરવાવાળી નદી બિદાસોની વચ્ચો વચ છે.