વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને હાથથી પણ હટાવી નથી શકતા અને ના તો ચંપલ મારી શકો છો.’ ત્યાર પછી ભાજપના નેતા રાજીવ બબ્બરે થરુર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
