ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે. તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે. સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે. તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે અને ન્યૂમોનિયા થયો છે. ડો. પતિત સમધાની તેમની સારવાર કરી રહ્યાં છે.
લતાજીની હાલત સ્થિરઃ પીઆર
લતાજીની પબ્લિક રિલેશન ટીમે મંગળવારે (12 નવેમ્બર) એક નિવેદન રિલીઝ કરીને કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. ધીમે-ધીમે સુધઆરો થઈ રહ્યો છે. લતાજીએ બીમારી સામે લડવામાં ખરેખર હિંમત બતાવી છે. તેમના સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી શૅર કરવામાં આવશે. આશા છે કે તમે તેમના પરિવારની પ્રાઈવસીનું સન્માન કરશો.
આશા ભોસલે હોસ્પિટલ ગયા હતાં
લતા મંગશેકરના બહેન આશા ભોસલે હોસ્પિટલ ગયા હતાં. બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના ઠીક હોવાની પ્રાર્થના કરી રહ્યાં છે. 28 સપ્ટેમ્બરે લતાજીએ પોતાનો 90મો જન્મદિવસ મનાવ્યો હતો. બોલિવૂડમાં તેમણે 25 હજારથી વધુ ગીતો ગાયા છે.

