અમરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રને સ્ટોરમાં મળવા માટે ગયેલા ગુજરાતી વ્યક્તિની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. અમેરિકામાં બે મહિનાના સમયમાં બીજી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર મહેસાણાના જેટાણા તાલુકામાં આવેલા ભટાસણ ગામના 48 વર્ષીય નવનીતભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. તેમના કુટુંબી ભાઈનો સ્ટોર મેકન સિટીમાં આવ્યો હતો, જ્યારે નવનીત પટેલ તેમના કુટુંબી ભાઈ મનીષ પટેલના સ્ટોરમાં તેની મુલાકાતે ગયા હતા. તે સમયે લૂંટારૂઓ પહેલાથી મનીષ પટેલના સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. આ બાબતે નવનીત પટેલને જાણ નહોવાથી તેઓ જેવા દરવાજો ખોલીને સ્ટોરની અંદર ગયા એવા તરત જ લૂંટારૂઓએ નવનીત પટેલની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં મહેસાણાના કિરણ અને ચિરાગ નામના બે યુવકોની લૂંટારૂઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. 14 નવેમ્બરના રોજ રાત્રી પોણા અગ્યાર વાગ્યાના સમયની આસપાસ કેટલાક લૂંટારૂઓઓ ગન જેવા હથીયારી સાથે લૂંટના ઈરાદે કિરણ અને ચિરાગ જે પેટ્રોલ પંપના સ્ટોરમાં કામ કરતા હતા ત્યા આવ્યા હતા અને સ્ટોરમાં રહેલા કિરણ અને ચિરાગને આ લૂંટારૂઓ સાથે ઝાપઝાપી થઇ હતી. જેમાં 4 જેટલા ઇસમોએ કિરણ અને ચિરાગને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કિરણ અને ચિરાગની હત્યા પહેલા ત્રણ ગુજરાતી યુવકોની હત્યાની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં જ્યોર્જિયાના મકેલ શહેરમાં રહેતા કૈયલ ગામના એક યુવકની હત્યા, જ્યોર્જિયાના કેટીકીમાં રહેતા કડીના ગણેશપુરાના યુવકની હત્યા અને તેની પહેલા અંબાસણના યુવકની થઇ છે.