IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો

ખેલ-જગત

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 19 ડિસેમ્બરના રોજ કોલકત્તામાં યોજાનાર હરાજીમાં અફઘાનિસ્તાનના એક યુવા સ્પિનર પર સૌની નજર ટકેલી રહેશી. 14 વર્ષના ચાઈનામેન બોલર નૂર અહેમદ લકનવાલ પાસે ઈતિહાસ રચવાનો મોકો રહેશે કારણકે જો તેમને કોઈ ટીમે ખરીદી લીધા તો તે આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. નૂરની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.

IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો
332 ખેલાડીઓ વચ્ચે જંગ

કોલકત્તામાં પહેલી વાર થવા જઈ રહી છે આઈપીએલ હરાજીમાં 73 જગ્યાઓ માટે 332 ખેલાડીઓ વચ્ચે જંગ થશે. દુનિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે આ હરાજીમાં યુવા અફઘાની સ્પિનર નૂર પણ નસીબ અજમાવવા માટે ઉતરશે. આઈપીએલમાં આમ પણ અમુક વર્ષોથી ઘણા યુવા ખેલાડીઓને મોટી રકમથી ખરીદવામાં આવે છે અને આ કડીમાં આ સ્પિનર પર હરાજીમાં શામેલ છે. આઈપીએલમાં અફઘાની સ્પિનરો રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે જેના કારણે ઘણી ટીમો નૂર માટે પોતાનો દાવો રજૂ કરશે.