‘વિદ્યાર્થીઓને કુહાડી લઈ કાપી કેમ નથી નાખતાં?’ જામિયા હિંસાને લઈ અભિનેત્રીનું બયાન

ફિલ્મ જગત

જામિયા મિલિયા ઈસ્લામિયાના છાત્ર નાગરિકતા સંસોધન કાનૂનનો ભારે વિરોધ કરી રહ્યા છે. પોલીસે જે પ્રકારે દમન ગુજાર્યો એના પર વિવિધ બોલિવૂડ અને ક્રિકેટ જગતના લોકોની પણ રાય આવી રહી છે. એ જ અરસામાં અભિનેત્રી હુમા કુરૈશી પણ બે શબ્દો બોલી છે કે જે ચર્ચામાં છે.

અભિનેત્રીનું કહેવું છે કે તમે આ વિદ્યાર્થીઓને કુલ્હાડી લઈને કાપવાનું શરૂ કેમ નથી કરી દેતા? તમારામાં ખુદ્દારી બચી છે કે મરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હુમાએ આ ટ્વીટ પોલીસને લઈ કરી છે. અભિનેત્રીની આ ટ્વીટ પર લોકોએ પણ કોમેન્ટ કરીને સાથ આપ્યો છે.

બીજી એક ટ્વીટમાં પણ હુમાએ ભડાસ કાઢી છે, તેણે લખ્યું છે કે આ અસત્ય છે. આપણે ધર્મનિરપેક્ષ લોકતંત્રમા જીવીએ છીએ. વિદ્યાર્થી સાથે પોલીસનું આવું વર્તન એ ભયાવહ છે. નાગરિકોને શાંતિપુર્ણ વિરોધ કરવાનો અધિકાર છે.