સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી

ફિલ્મ જગત

એક રિપોર્ટ અનુસાર ‘કેદારનાથ’માં સારાના કો-સ્ટાર સુશાંત સિંઘ રાજપૂતે હોળીના અવસરે ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું હતું. તેણે આ ફોટો-શેરિંગ એપ પર સારાને અનફોલો કર્યું છે. સુશાંત છેક હમણાં સુધી સારાને ફોલો કરતો હતો. તેણે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પરથી તેના તમામ ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા હતા. જોકે, સારા હજી પણ સુશાંતને ફોલો કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં સારા અને સુશાંત એકબીજાના પ્રેમમાં હોવાની અફવાઓ ખૂબ જ ફેલાઈ હતી. ‘કેદારનાથ’ની રિલીઝ પછી પણ સતત તેઓ એકબીજાના ટચમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જોકે, ઇન્સ્ટાગ્રામ પર સુશાંતે સારાને અનફોલો કરી એનાથી બધાનું ખાસ ધ્યાન ખેંચાયું છે. બોલિવૂડમાં એવી ચર્ચા ચાલી રહી છે. સારા અને તેના નવા કો-સ્ટાર કાર્તિક આર્યન વચ્ચેની નિકટતાના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે.