ભાજપનો વાડ્રાને સવાલઃ કરોડપતિ બનવાની ફૉર્મ્યુલા શું?:

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મની લૉન્ડરિંગ સબંધી તપાસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા રૉબર્ટ વાડ્રાની પૂછપરછ કરવામાં આવ્યા બાદ યુપીએ સરકારના કાર્યકાળમાં વાડ્રાને પેટ્રોલિયમ અને સંરક્ષણ સોદામાં લાંચ મળી હોવાનો આક્ષેપ કરી બુધવારે ભાજપે કૉંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા પર શાબ્દિક હુમલો કર્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે 2008-09માં યુપીએના શાસનકાળ દરમિયાન મળેલી કટકીની રકમમાંથી વાડ્રાએ લંડનમાં આઠથી નવ મિલકત ખરીદી હતી. અત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાત્રાએ જણાવ્યું હતું કે તેઓ વાડ્રાને એક સવાલ પૂછવા માગે છે કે રોડપતિમાંથી કરોડપતિ બની જવાની ફોર્મ્યુલા શું છે? ‘ભ્રષ્ટાચાર કૉંગ્રેસનો કોર એજન્ડા હતો. દરેક લોકો જાણે છે કે પરિવારની દરેક વ્યક્તિ જામીન પર બહાર છે,’ એમ પાત્રાએ જણાવ્યું હતું.