આગામી ચૂંટણી જીતવા માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ ન થવા દીધો

મુખ્ય સમાચાર રાજકીય

ઝારખંડના સીએમ રઘુબર દાસે નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજ્યમાં રોક લગાવી છે. સીએમ રઘુબર દાસે આ પ્રકારનો નિર્ણય રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા લીધો છે. તેમણે પોલીસ અને પરિવહન વિભાગને આગામી ત્રણ માસ સુધી નવા કાયદા હેઠળ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ઝારખંડની સરકારે પોલીસને લોકોને નવા કાયદાની સમજણ આપવાના આદેશ આપ્યા છે.જેના માટે સેવા અને કેમ્પનું આયોજન કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, ઝારખંડમાં ભાજપની સરકાર છે અને આગામી દિવસોમાં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી મોટર વ્હીકલ એક્ટ પર ઝારખંડમાં રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે ઝારખંડ સિવાય ભાજપ શાસિત રાજ્યોમાં આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે.