16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે જામનગરના જિલ્લા પોલીસવડા દ્વારા આ નવા નિયમોનું કડક અમલવારી થશે તેવી જાહેર જનતાને અપીલ કરી છે. જામનગર શહેરમાં ટ્રાફિક માટે વધુ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અને ખાસ પોલીસકર્મીઓ સામે પણ નિયમો તોડવા બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ખાતાકીય ઈન્કવાયરી પણ કરવામાં આવશે.
જાહેર જનતાને કોઈપણ જાતની પોલીસ અધિકારી સાથે ફરજ પર કામગીરીમા રૂકાવટ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. તેમજ અધિકારીઓ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ હોય તો જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરવાનું પણ તેઓએ અપીલ કરી છે.

