રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 25મી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવા 39 જેટલાં સેન્ટર પણ કાર્યરત રહેશે. સાથે જ આ સેન્ટર પર 26 એપ્રિલ સુધી ફોર્મ જમા કરાવી શકાશે. લોકસભાની ચૂંટણીના કારણે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરાયો છે. આ પહેલાં 15 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી.
ઉલ્લેખનીય છે કે, 1 જૂન, 2019 સુધીમાં પાંચ વર્ષ પૂરા કરી ચૂકેલા ગરીબ બાળકો માટે શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા સાથે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે.