છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગોંડલ તાલુકાના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડેલો જોવા મળ્યો. જ્યારે મોડી રાતે જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વિજળીના કડાકા સાથે વિંછીયાના રેવાણિયા, દડલી, ચિરોડા, ભાદરમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. જ્યારે મોટી લાખાવાડ, અજમેર-ઢેઢૂકામાં પણ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી થોડા દિવસના વિરામ બાદ કેટલાંક જિલ્લાોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આમ રાજ્યમાંથી ચોમાસાએ હજી સુધી વિદાય લીધી નથી. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ 10 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે. આમ હજુ પણ બે દિવસ સુધી કેટલીક જગ્યાો પર છુટોછવાયા વરસાદની શક્યતા છે.

