જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીથી પાકિસ્તાન પીછેહઠ કરી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં આતંકીઓની પ્લાટિંગ સીમાપારથી ઘૂસણખોરી કરાવવા માટે સતત ક્રોસ બોર્ડર ફાયરિંગ પણ કરી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે રવિવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યં કે રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે અને પાકિસ્તાને શિયાળા પહેલાં આતંકવાદીઓને ઘૂસાડવાની તૈયારી શરૂ કરી દીધી છે.દિલબાગ સિંહે દાવો કર્યો છે કે હાલમાં સીમા પારથી મોટી સંખ્યામાં આતંકવાદી રાજ્યમાં ઘૂસવામાં સફળ રહ્યા છે જ્યારે ઘૂસણખોરી નિરોધક વ્યવસ્થાએ અનેક ઘૂસણખોર આતંકીઓની કોશિશને વિફળ કરી છે.
200થી 300 આતંકી ઘાટીમાં સક્રિય
દિલબાગ સિંહ પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારમાં પૂંછની મુલાકાતે ગયા હતા. તેઓ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા. તેઓએ અહીં મીડિયાને સંબોધીને કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 200થી 300ની છે. આ આંકડો સ્થિર રહેતો નથી તેમાં બદલાવ આવતા રહે છે.
દિલબાગ સિંહે કહ્યું કે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકીઓની ઘૂસણખોરીને લઈને સીમાવર્તી વિસ્તારોમાં સીઝફાયર તોડી રહ્યું છે. પોલિસ મહાનિર્દેશનકે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં મોટી સંખ્યામાં સંધર્ષ વિરામ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રિય સીમાની પાસેના વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં કનાચક, આરએસ પુરા અને હીરાનગરમાં પૂંછ, રાજૌરી, ઉરી, નાંબલા, કરનાહ અને કેરળમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે.
ઘૂસણખોરી રોકવામાં સુરક્ષાબળ સફળ
પોલિસ મહાનિર્દેશકનો દાવો છે કે આ સંઘર્ષ વિરામ ઉલ્લંધનાના હેતુથી શિયાળાની શરૂઆત પહેલાં વધુમાં વધુ સંખ્યામાં આતંકવાદીઓને જમ્મૂ કાશ્મીરમાં મોકલવાનો છે. તેઓએ કહ્યું કે અમે ઘૂસણખોરી રોકવા માટે સક્ષમ છીએ. અમારી સિસ્ટમ મજબૂત છે. હાલમાં જ ઘૂસણખોરીની અનેક કોશિશને વિફળ બનાવી છે. તેઓએ દાવો કર્યો છે કે ગુલમર્ગ સેક્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ગાંદેરબલમાં 4 દિવસના અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા છે.

