ભૂપેન્દ્રસિંહની જીત સામે અરજીઃ રિટર્નિંગ ઓફિસરને પક્ષકાર બનાવવા હાઈકોર્ટની નોટિસ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની, ઓબ્ઝર્વર બિનીતા વોરા અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને તેમને સામાવાળા પક્ષકાર તરીકે જોડવા માટે આદેશ કર્યો છે. ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિ બાબતે ખુલાસો કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. આ મામલે 16 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહનો ધોળકા બેઠક પરથી 327 મતે વિજય થયો હતો.