લોકો ઘણી બધી વખત પૂછતાં હોઈ છે કે સ્પિરિચ્યુઆલિટી એટલે શું? પરંતુ શું તેનો જવાબ તેની આદર્શ વ્યાખ્યા દ્વારા આપી શકાય છે.? તો આવો કોશિશ કરીયે. “આધ્યાત્મિકતા તે શિસ્ત છે જે એવી માન્યતાઓ અને પ્રથાઓ ધરાવે છે જે મનુષ્યને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.”
ને આ વાત ની સાથે બીજી પણ એક વાત નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે અને તે છે કે બધી જ જગ્યા પર આ પ્રેક્ટિસ ના અલગ અલગ પરિણામ જોવા મળી શકે છે. અમુક લોકો એવું માનતા હોઈ કે સ્વરે વહેલા ઉઠી અને સૂર્યનમસ્કાર કરવા અને ધ્યાન માં બેસવું તે સ્પિરિચ્યુઆલિટી છે પરંતુ અમુક લોકો એવું માનતા હોઈ કે મંદિર આ જય અને ભગવન ના દર્શન કરવા અને તેમની સાથે આપણા જીવન ના સુખ દુઃખ ની વાતો કરવી તે સ્પિરિરચ્યુઆલિટી છે.
જયારે અમુક લોકો માટે ધાર્મિક ગુરૂપો પાસે થી જુના ગ્રન્થો નું જ્ઞાન મેળવવું તે સ્પિરિચ્યુઆલિટી હોઈ શકે છે. અને અમુક લોકો તો એવું પણ માને છે કે કુદરત ની નજીક હોવું તે પણ એક પ્રકાર ની સ્પિરિચ્યુઆલિટી છે. અને આ બધી વાત પર થી આપણે એક વાત તો સમજી શકીયે છીએ કે સ્પિરિચ્યુઆલિટી એ એક સબ્જેકટીવ ટર્મ છે. તો સવાલ એ થાય છે કે તો તે હકીકત ની અંદર છે શું? અને તેનો ઉદેશ્ય શું છે તો આવો તેના વિષે થોડું વધુ ઊંડે થી જાણીયે.