ઘરની આ દિશામાં ક્યારેય ન રહેવા દો અંધારુ, નહીં તો આવશે કંગાળ થવાનો વારો

ધર્મદર્શન

આપણા જીવનમાં ધનની સ્થિતી કેવી રહેશે તેનો આધાર વાસ્તુ પર પણ હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં ધન કમાવા અને સમૃદ્ધ થવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમ છતાં લોકોના જીવનમાં પૈસા ટકતા નથી. આ સમસ્યાનું કારણ ઘરનો વાસ્તુ દોષ હોય શકે છે.

દરિદ્રતાનું એક કારણ ઘરમાં પ્રકાશનો અભાવ પણ હોય શકે છે. વાસ્તુમાં એવી દિશા વિશે જણાવાયું છે કે જ્યાં અંધારું રહેતું હોય તો ધન હાનિ થાય છે. તો ચાલો જાણીએ કે ઘરની કઈ દિશાને ક્યારે અંધારી ન રાખવી જોઈએ.

ઉત્તર, પૂર્વ દિશા

ઉત્તર, પૂર્વ દિશાનો સંબંધ ધન સાથે હોય છે. આ દિશાને ક્યારેય ખરાબ કે અંધારી ન રાખવી. આ દિશામાં નિયમિત સફાઈ કરવી જોઈએ. જો ઘરમાં આ દિશા અંધારી અને ખરાબ હશે તો લક્ષ્‍મીનો વાસ નહીં થાય. આ દિશામાં અંધારું હોય તો ઘરમાં ક્લેશ થાય છે અને ધનહાનિ સહન કરવી પડે છે.

દક્ષિણ દિશા

આ દિશાના સ્વામી યમરાજ હોય છે. આ દિશામાં ધન પણ રાખવું જોઈએ નહીં. આ દિશામાં ધન રાખવાથી ધનહાનિ થાય છે. આ દિશામાં ઘરનો દરવાજો પણ ન હોવો જોઈએ.