આ બે દેશોની સરહદો પર લાગ્યા હિંચકા, બાળકો સાથે મોટા પણ લઈ રહ્યા છે આનંદ

દેશ-વિદેશ

માઇગ્રેશન એટલે કે પ્રવાસ. રોજગારીની ખોજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે, રોજૂ રોટીની તલાસમાં એક જગ્યાએથી બીજી જગ્યા ફર્યા કરે,વુજ કંઇક અમેરીકા અને મેક્સિકોની વચ્ચે ચાલી રહ્યુ છે. મેક્સીકન લોકો કામની જરૂરીયાતના કારણે અમેરીકા જતા હોય છે, જોકે અમેરીકાની રંગભેદની નીતિના કારણે તેઓ મેક્સીકન લોકોને ઓછા પસંદ કરે છે.

બોર્ડરની વાત આવે ત્યારે લોકોના મનમાં અનેક વિચાર આવે ત્યારે લોકોના મનમાં એક અલગ દ્રશ્ય ઇભુ થઇ જતુ હોય છે.જેમાં સતત તાણ ગોળીબારના દ્રશ્યો હોય પરંતુ અમેરીકા અને મેક્સિકોની બોડર વચ્ચે એવુ નથી. અમેરીકા મેક્સિકોની બોડર પર ઝુલા લગાવેલા છે.

ખાસ વાતતો એ છે કે આ વિડિયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.તમને જણાવી દઇએ કે અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશ વચ્ચે દિવાલ બનાવાની વાત કરે છે.

ત્યારે બોડર પરના આ ત્રણ ઝુલા ખુબ લોકપ્રીય બની ગયા છે,આ ઝુલા એવી રીતે રખાયા છે કે જેમા એક તરફ મેક્સીકન ઝુલી શકે બીજી તરફ અમેરીકન.