– ચેક રિપબ્લિકની ક્વોટિવા પણ ચેમ્પિયન બની
– ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરઆંગણાના ગ્રાન્ડ સ્લેમમાં સારો દેખાવ કરવા ઉત્સુક
સીડની, તા.૧૨
ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનારે વિજયી કૂચ જારી રાખતા ફાઈનલમાં ઈટાલીના આઠમો સીડ ધરાવતા ઈટાલીના એન્ડ્રે સેપ્પીને સીધા સેટોમાં ૭-૫, ૭-૬ (૭-૫)થી પરાજીત કરતાં સીડની ઓપન જીતી લીધી હતી. ઘરઆંગણાના મેદાન પર રમાયેલી ટુર્નામેન્ટની જીત સાથે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓ ૧૪મી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં સફળતા મેળવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને તેના આગવા ફોર્મનો પરચો દેખાડયો હતો. પાંચમો સીડ ધરાવતી ક્વિટોવાએ બિનક્રમાંકિત ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્લી બાર્ટીની સામે ૧-૬, ૭-૫, ૭-૬ (૭-૩)થી વિજય મેળવતા ટ્રોફી હાંસલ કરી હતી. ક્વિટોવાએ આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપમાં દિગ્ગજ ખેલાડીઓને ચેતવણી આપી દીધી હતી. જોકે મેન્સમાં ડે મિનાર અને વિમેન્સમાં બાર્ટીની સફળતાએ ઓસ્ટ્રેલિયન ટેનિસમાં નવું જોશ જગાવ્યું છે.

