ભારત-પાકએ પરમાણુ મથકો અને જેલોમાં બંધ કેદીઓની યાદીની આપ-લે કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત અને પાકિસ્તાને પોતપોતાના પરમાણુ મથકો અને પોતાની જેલોમાં બંધ એકબીજાનાં કેદીઓની  યાદીની આપ-લે કરી હતી, પરમાણું મથકોની યાદી દર વર્ષનાં પહેલા આપવામાં આવે છે.

આ પ્રક્રિયા છેલ્લા 29 વર્ષથી થાય છે,બંને દેશો આ પરંપરા હજુ સુંધી તોડી નથી,એવું કરવા માટે બંને દેશો વચ્ચે એક કરાર 31 ડિસેમ્બર 1988નાં દિવસે થયા હતાં, અને 1 જાન્યુંઆરી 1992નાં દિવસે પ્રથમ યાદીની આપલે થઇ હતી.

બંને દેશોનાં કાઉન્સિલર એક્સેસ એંગ્રીમેન્ટ મુજબ પોતપોતાની જેલોમાં બંધ એકબીજાનાં કેદીઓની યાદીનું પણ આદાનપ્રદાન કર્યું હતું, આ સમજુતી 21 મે 2008નાં દિવસે થઇ  હતી.

તે અનુસાર બંને દેશ દર વર્ષે જાન્યુંઆરી અને જુલાઇ મહિનામાં પોતપોતાની જેલોમાં બંધ કેદીઓને યાદીની આપલે કરે છે,પાકિસ્તાને પોતાની જેલમાં બંધ 282 ભારતીય કેદિઓની યાદી આપી છે.

તેમાં 227 માછીમારો છે, જ્યારે અન્ય 55 નાગરિક છે,ભારત દ્વારા પાકિસ્તાનને આ સંદર્ભમાં જે યાદી આપી છે તેમાં ભારતીય જેલોમાં 366 પાકિસ્તાની નાગરિક કેદીઓ છે,તેમાં 267 પાકિસ્તાની નાગરિક છે,જ્યારે અન્ય માછીમારો છે.

પાકિસ્તાનને પ્રસ્તાવ આપ્યો હતો જેમાં સજા પુરી કરી ચુકેલા અથવા માનસિક રીતે અસંતુલિત કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી, પરંતું પાકિસ્તાને આ પ્રસ્તાવનો કોઇ જવાબ આપ્યો ન હતો.

વિદેશ વિભાગે જણાવ્યું કે આ યાદી 21 મે,2008નાં દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા રાજકીય કરારની જોગવાઇઓ અનુસાર સોંપાઇ છે. બંને દેશોને એકબીજાની જેલમાં બંધ કેદીઓની યાદીનું આદાન પ્રદાન વર્ષમાં બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઇમાં કરવું અનિવાર્ય છે,વિદેશ વિભાગે આ અંગે જણાવ્યું કે ભારત સરકારે પણ નવી યાદી દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઇકમિશન સાથે વહેંચી હતી.