વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી

ખેલ-જગત મુખ્ય સમાચાર

વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ જ કારણસર દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટર્સને ભારતે વિઝા આપ્યા નહોતા. ભારત વિઝા ગેરન્ટી ઉપલબ્ધ કરાવી શક્યું નથી અને આ ચેમ્પિયનશિપના આયોજનમાં વધુ સમય બચ્યો નથી. આ ચેમ્પિયનશિપની યજમાની થાઇલેન્ડને સોંપી દેવાઈ છે. અમે આ ટૂર્નામેન્ટની દાવેદારી નહોતી કરી. સરકારે આ અંગે કંઈક વિચારવું પડશે. જો આમ ના થયું તો આગામી ટૂર્નામેન્ટો યોજવામાં પણ આપણે મુશ્કેલીનો સામનો કરવો પડશે.”