મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લાવવામાં આવ્યા, CID ક્રાઇમની SIT હત્યા મામલે પૂછપરછ કરશે

ગુજરાત મુખ્ય સમાચાર

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર એવા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઇડી ક્રાઈમની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) અમદાવાદ લઈ આવી હતી. બંને આરોપીઓની SITએ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ગઈકાલે કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી બંનેને આજે બાય રોડ અમદાવાદ રેલવે એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા. CID ક્રાઇમની SIT દ્વારા બંનેની હત્યા મામલે પૂછપરછ કરવામાં આવશે.

10 મહિના બાદ પકડાયા આરોપીઓ
જયંતી ભાનુશાળી હત્યા કેસના 10 મહિના પછી આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ઉત્તરપ્રદેશમાં ધરપકડ થઇ છે ત્યારે કચ્છમાં અન્ય આરોપીઓ છબીલ પટેલ અને જયંતી ડુમરાવાળા સાથે સંકળાયેલાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે હુકમના એક્કા તરીકે મનીષાની ધરપકડ કરાવવામાં આવી છે અને જો તે મોં ખોલશે તો મોટા વિસ્ફોટ થઇ શકે એવી સંભાવના હોવાથી હવે રાજકીય આકાઓને પણ આરોપીઓની તરફદારી કરવી પડશે.