લોકડાઉન સમા થાય ત્યાર પછી પણ લોકોની હવાઈ સફર સાવ સરળ નહીં હોય. જૂનમાં ભારતમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે પરંતુ વિમાન પ્રવાસ કરતાં પહેલાં ડોકટરની મુલાકાત લેવી ફરજિયાત બની શકે છે. એટલું જ નહીં હવાઈ મુસાફરી દરમિયાન ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને ડિસ્પોઝેબલ કેપ્સ પણ પહેરવી ફરજિયાત બની શકે છે.
એરપોર્ટ, એરલાઈન્સના અધિકારીઓ, ડોકટરો અને સરકારી અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં હવાઈ પ્રવાસ માટેના સખ્ત નિયમોની ચર્ચા કરશે. આ ટેકનીકલ કમિટી દ્રારા પેસેન્જર અને સ્ટાફ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) નકકી કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેની ભલામણ બહાર પાડવામાં આવશે.
ભારતમાં તથા વિદેશમાં એરલાઈન્સ હાલમાં પ્રાઈસિંગ અને બીજા સેફટી ફીચર્સ પર વિચારણા કરી રહ્યા છે. તેઓ ઉડ્ડયન સેકટરની સૌથી ખરાબ મંદીમાંથી રિકવર થવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતમાં હજુ લોકડાઉન ઉઠાવવામાં આવ્યું નથી અને જૂન સુધી કદાચ સમગ્ર દેશમાંથી લોકડાઉન નહીં ઉઠાવાય પરંતુ એરલાઈન્સ અત્યારથી સેફટી અને બીજા આરોગ્ય વિષયક મુદ્દાની ચકાસણી કરી રહી છે. બજેટ કેરિયર ઈઝી જેટ જેવી કેટલીક વૈશ્ર્વિક એરલાઈન્સ વિમાનોમાં વચ્ચેની સીટ ખાલી રાખવા વિચારે છે. કોરિયન એરલાઈન્સમાં ફલાઈટ ક્રુ સંપૂર્ણ પ્રોટેકિટવ સાધનો પહેરે છે જેમાં ગોગલ્સ, ફેસ માસ્ક અને ગાઉનનો સમાવેશ થાય છે. જો કે ભારતમાં એરલાઈન્સને મિડલ સીટના મુદ્દે રાહત મળી શકે છે. કમિટી કદાચ વચ્ચેની સીટ પર પેસેન્જરને બેસવાની છૂટ આપશે. એક વરિ અધિકારીએ કહ્યું કે, મિડલ સીટ ખાલી રાખવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન નહીં થઈ શકે કારણ કે નિયમ પ્રમાણે ૬ ફટનું અંતર રાખવું જોઈએ. યારે મિડલ સીટ ખાલી રાખવાથી માત્ર બે ફટની જગ્યા રહેશે. તેના બદલે પ્રોટેકિટવ વક્રો પહેરવાનું અને ડોકટરના સટિર્ફિકેટ ફરજિયાત કરી શકાય છે જેથી કોરોના મુકત ફલાઈટ શકય બને. ગોએરના પ્રવકતાએ આ વિશે ટિપ્પણી કરવાની મનાઈ કરી હતી. યારે ઈન્ડિગો અને વિસ્તારાએ કહ્યું કે આ યોજના પર કામ ચાલુ છે પરંતુ હજુ કઈં નકકી થયું નથી.
ભારતમાં લોકડાઉન પહેલાં જ સરકારે વચ્ચેની સીટ ખાલી રાખવાની માગણી કરી હતી પરંતુ એરલાઈન્સે તેનો વિરોધ કર્યેા હતો. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો વચ્ચે સેફ ફલાઈટ ઓકયુપન્સી માત્ર ૩૩ ટકા છે તેથી મિડલ સીટ ખાલી રાખવી પોસાય તેમ નથી તેમ એક એકિઝકયુટિવે કહ્યું હતું.
અધિકેરીએ કહ્યું કે આ પગલાં હજુ વિચારણા હેઠળ છે. તેનાથી પ્રવાસીઓમાં વિમાન પ્રવાસ માટે વિશ્ર્વાસ વધે તેવી શકયતા છે. વિમાનની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સરળ નથી. વિમાનના એર કન્ડિશનિંગના કારણે કોરોના વાયરસ ફેલાતો હોવાની વાતને નિષ્ણાતોએ નકારી કાઢી છે કારણ કે વિમાનના એસીનું ફિલ્ટર ઘણું પાવરફલ હોય છે.