2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 7 રાજ્યોની કુલ 51 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં જે લોકસભા સીટો પર વોટિંગ પડશે તેમાં ઉત્તર પ્રદેશની 14, બિહારની 5, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 13, ઝારખંડની 4, જમ્મુ અને કાશ્મીરની 2, પશ્ચિમ બંગાળની 7 સીટ સામેલ છે. ચૂંટણી પંચે પાંચમા તબક્કાના મતદાનને લઈ સુરક્ષાના પુષ્તા બંદોબસ્ત કર્યા છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે, તેમણે ખાસકરીને યુવાઓને અપીલ કરી છે કે તેઓ આજે વોટિંગ જરૂર કરે અને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.
લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી થનાર છે, મતગણતરી 23મી મેના રોજ થશે. આ ઉપરાંત મતદાતાઓમાં જાગૃકતા વધારવાના ઉદ્દેશ્યથી કેટલાય પોલિંગ બૂથોને સજાવવામાં આવ્યાં છે જેથી કરીને વધુમાં વધુ સંખ્યામાં વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. લોકોને ચૂંટણી પંચે અપીલ કરી છે કે તેઓ પોતાના મતોનો પ્રયોગ જરૂર કરે.

