અક્ષયકુમાર ઇન્ડિયાનો નાગરિક ન હોવાથી તેને મળેલા નૅશનલ અવૉડને લઈને સવાલો ઊઠી રહ્યા છે. જોકે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હોય તો તે નૅશનલ અવૉર્ડ્સને લાયક છે. અક્ષયકુમારે લોકસભાના ઇલેક્શનમાં વોટિંગ ન કર્યું હોવાથી તે હાલમાં ચર્ચામાં છે. અક્ષયે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે અને એને લઈને કોઈ મુદ્દો ન બનાવવો જોઈએ. આ ચર્ચા બાદ હવે તેને નૅશનલ અવૉર્ડ કેમ આપવામાં આવ્યો એ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો એ વિશે સવાલ કરી રહ્યા છે. નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ-ઍડિટર અને રાઇટર અપૂર્વ અસરાનીએ ટ્વીટ કર્યું હતું કે ‘શું કૅનેડાના નાગિરક ઇન્ડિયાનો નૅશનલ અવૉર્ડ મેળવી શકે છે? ૨૦૧૬માં અક્ષયકુમારને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો જે ‘અલીગઢ’ માટે મનોજ બાજપાઈને મળશે એવી અમને આશા હતી. અક્ષયકુમારના કેસમાં જ્યુરી અને મિનિસ્ટરીએ ભૂલ કરી હોય તો શું અવૉર્ડ પાછો મેળવી શકાય છે?’
નેશનલ ફિલ્મ ફેસ્ટિવલની રૂલબુક અનુસાર વિદેશના ફિલ્મ પ્રોફેશનલ્સ અને ટેક્નિશ્યન પણ આ અવૉર્ડને લાયક ગણી શકાય છે. અક્ષયકુમારને ‘રુસ્તમ’ માટે અવૉર્ડ મળ્યો હતો. શાહરુખ ખાનની ‘રઈસ’નો ડિરેક્ટર રાહુલ ઢોળકિયાએ રૂલબુકનો ફોટો ટ્વિટર પર શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘નેશનલ અવૉર્ડ વિશે થોડી સાફ-સફાઈ આપી દઉં છું કે વિદેશના લોકો પણ ન‘શનલ અવૉર્ડ મેળવી શકે છે. આ લીગલ છે અને વિશ્વાસપાત્ર છે. ઑફિશ્યલ માહિતી મને મનોજ શ્રીવાસ્વ પાસેથી મળી છે જેમણે મને રરૂલબુક મોકલી હતી.

