રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે 16 એપ્રિલે સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલો
તારીખ 13 એપ્રિલે બેંગ્લોરથી 100 કિમિ દૂર યોજાયેલી જાહેરસભામાં નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને આર્થિક ગુનેગારો નિરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સાથે સરખામણી કરીને ઉપસ્થિત જનમેદનીને જાહેરમાં પૂછ્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનથી મોદી સમાજની બદનામી થઈ હોવાનો આક્ષેપ સુરતના મોદી સમાજે કર્યો છે. જેમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીની અરજી સ્વીકારી હતી.