‘ફાની’ ટકરાયું પુરીના કિનારેઃ 245 કિમી/કલાકના પ્રચંડ વેગે પવન ફૂંકાયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ફાની વાવાઝોડું પ્રચંડ તાકાત સાથે ઓડિશાના પુરી કિનારે ટકરાયું છે. હૈદરાબાદના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પુરીમાં 245 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી પવન ફૂંકાઇ રહ્યો છે. તંત્રએ પહેલેથી જ દરિયા કિનારેથી લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડી દીધાં છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પોતે સરકારી વ્યવસ્થા અને વાવાઝોડા સામે લડવાની તૈયારીઓની દેખરેખ રાખી રહ્યાં છે.

દરમિયાન લોકોને પોતાના ઘરોની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયન નેવીએ રાહત માટે પોતાના જહાજ અને જવાનોને તૈનાત કર્યાં છે. પુરીમાં હાલ તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વિશાખાપટ્ટનમ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે રેલવે વિશાખાપટ્ટનમથી મુંબઇની સ્પેશિયલ ટ્રેન ચલાવશે. લોકોને આ ટ્રેનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પણ આજે રાતે 9:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.

– કોલકત્તા એરપોર્ટ આજે બપોર 3થી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે.

– ફાની વાવાઝોડાના કારણે પુરી સૌથી વધુ અસરગ્રસ્ત

– 175 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે.

– 140 ટ્રેન રદ્દ કરવામાં આવી છે જેમાંથી 83 પેસેન્જર ટ્રેન છે

– ઓરિસ્સાના 14 જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યાં

– ગંઝમ અને પુરીમાંથી 3 લાખ લોકોને ખસેડવામાં આવ્યાં જેમાંથી 1.3 લાખ લોકો હાલ સલામત આશ્રયસ્થાનો પર આશરો લઇ રહ્યાં છે.

– હાલ 5000 હજાર રસોડા તાત્કાલિક ઉભા કરવામાં આવ્યાં છે.

– ગુજરાતની એનડીઆરએફની 6 ટીમ વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ઓડિશા પહોંચશે.

– 18 બોટ અને સેટેલાઈટ ફોન સાથે એનડીઆરએફની ટીમ ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને બચાવ અને રાહતની કામગીરી કરશે.

– હાલ એનડીઆરએફની 54 ટીમો ઓડિશામાં તૈનાત છે

– બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં તેમની ત્રણેય જાહેર સભાએ ખરાબ હવામાનના કારણે રદ્દ કરી છે.