પાક.ને ફટકો: USએ પાક નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા ઘટાડી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ફટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મંચ પર આતંકવાદને લઈને નિંદાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે કોઈ બીજા ફટકા કરતા ઓછું નથી.

નોંધનીય છે કે, આ પહેલા પણ આતંકવાદ બાબતે અમેરિકાએ પાકિસ્તાનને ઘણું બધું સંભળાવ્યું હતું. તેમજ અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની બાબતે ચેતવણી પણ આપી હતી. અમેરિકાએ પુલવામામાં ઘટેલી દુર્ઘટના બાદ પાકિસ્તાનની જમીન પર થયેલ એર સ્ટ્રાઈક પર પણ ભારતનો સાથ આપ્યો હતો. તેમજ જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીને કાયદેસરની ગણાવી હતી.