સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જો તમે આવનારા દિવસોમાં ઘર અથવા કાર ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. હકીકતમાં PNB એ હોમ લોન્સ અને ઓટો લોન લેનારાઓ માટે ફેસ્ટિવલ ઓફર જારી કરી છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે, જેના હેઠળ બેંકે પ્રોસેસિંગ ફીને સંપૂર્ણપણે માફ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે બેંક સામાન્ય રીતે લોન પર અપફ્રન્ટ / પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ લે છે, પરંતુ PNB એ હોમ લોન, કાર લોન અને ટુ-વ્હીલર લોન લેનારા લોકો માટે આ ચાર્જ સંપૂર્ણ રીતે માફ કરી દીધો છે.