ભરૂચ LCBની ટીમ ભરૂચ શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેમના બાતમીદારથી ખાનગી રાહે બાતમી મળેલ કે એક મેટાલીક કલરની સ્કોડા ફોરવ્હીલ ગાડી નં.GJ-22-A-2731ની વિદેશી દારૂ ભરીને અંકેલશ્વર થઇ ગોલ્ડન બ્રીજ થઇ ભરૂચ તરફ જનાર છે. આ બાતમી આધારે ગોલ્ડન બ્રીજ ના ઉત્તર છેડે વોચ ગોઠવી પોલીસે બાતમી વાળી સ્કોડા ગાડીને તેના ચાલક સાથે વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો.

