પાકિસ્તાને તેમના એરસ્પેસ પરથી મોદીના વિમાનને ન જવા દીધું, ભારતે ICAOમાં ફરિયાદ કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પાકિસ્તાને તેમના એરસ્પેસનો ઉપયોગ ન કરવા દેવાના નિર્ણયને ભારતે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન(ICAO)માં ઉઠાવ્યો છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ICAO દ્વારા નક્કી કરાયેલા નિતી નિયમો પ્રમાણે, કોઈ દેશ દ્વારા અન્ય દેશથી ઓવરફ્લાઈટ ક્લીઅરન્સની માંગ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે મંજૂર કરી દેવાય છે. ભારત આ પ્રકારે ઓવરફ્લાઈટ ક્લીઅરન્સ લેવાનું ચાલુ રાખશે. અમે સિવિલ એવિએશન બોડી સમક્ષ ફ્લાઈટને પસાર ન થવા દેવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા‘પાકિસ્તાન વિશ્વભરમાં સ્થાપેલા આંતરરાષ્ટ્રીય નિયમોથી ફરી જવાના તેમના નિર્ણય પર વિચાર કરે, સાથે જ એક તરફી કાર્યવાહીને ખોટી રીતે રજુ કરવાની તેમની ખોટી ખરાબ આદતો પર પુનર્વિચારણા કરવી જોઈએ. અમને પાકિસ્તાન સરકાર દ્વારા VVIP ઉડાનને ક્લીઅરન્સ ન આપવા અંગે દુઃખ છે, જ્યારે કોઈ પણ દેશ દ્વારા આ પ્રકારનું ક્લીઅરન્સ નિયમીત આપવામાં આવે છે. ’