અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે: ઓવૈસી

મુખ્ય સમાચાર રાજકીય

અસમમાં NRCને લઈને AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, આજે અસમમાં જે થયું તેનાથી ભાજપે પાઠ ભણલો જોઈએ અને મુસલમાનોના સંગર્ભમાં સમગ્ર દેશમાં NRCની પ્રક્રિયા પર રોક લાગવી જોઈએ. તેનાથી અસમમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની કથિત માન્યતાનો ભાંડો ફુટ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, મને તે વાતની આશંકા છે કે, નાગરિત સંશોધન વિધેયકના માધ્યમથી ભાજપ એક બીલ લાવી શકે છે, જેમાં તે તમામ બિન મુસ્લિમને નાગરિકતા આપી શકે છે. જો આવું થયું તો તેનાથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે.